એન.ડી.એ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે બિહારના રાજ્યપાલ અને લોકપ્રિય નેતા એવા શ્રી રામનાથ કોવિંદજીની પસંદગીને શ્રી રામનાથ કોવિંદજી સાથે વરસો થી પારિવારિક નાતો ધરાવતા દ્વારકા- ઓખા પંથકના ભાજપ તથા સામાજિક અગ્રણી શ્રી મનસુખભાઈ બારાઈ એ હર્ષભેર આવકારી તેમની પસંદગીને યથાર્થ ઠેરવવા સાથે શુભેચ્છા પાઠવી હતી. શ્રી મનસુખભાઈ બારાઈ પરિવાર અને શ્રી રામનાથ કોવિંદજીના પરિવાર વચ્ચે ગાઢ પારિવારિક સંબધો ઘણા વર્ષોથી છે. થોડા સમય અગાઉ દ્વારકા આવેલા શ્રી રામનાથ કોવિદજી સરકારી મેહમાન બનવાને બદલે શ્રી મનસુખભાઈ બારાઈ પરિવારના મેહમાન બનવાનું પસંદ કરી તેમની મેહમાનગતિ માણી જુના સ્મરણો તાજા કર્યા હતા અને જૂની મિત્રતા ખરા હદયથી નિભાવી હતી. આ મુલાકાત દરમ્યાન તેઓએ બેટ દ્વારકા ની યાત્રા પણ કરી હતી અને દ્વારકાધીશજીનું પૂજન અર્ચન પણ કર્યું હતું. શ્રી રામનાથ કોવિંદજીનું રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે નામ જાહેર થતા આ વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી છે.
Tuesday, 27 June 2017
મનસુખભાઈ બારાઈએ શ્રી રામનાથ કોવિંદજી ને શુભેચ્છા પાઠવી

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment